Monday 5 October 2015

હું હાથને મારા.... 
મનજીભાઈ  
 Image result for હાથ થી દર્શન કરતો નો ફોટો 
હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી
હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી

આ આંખ ઉઘાડી હોય છતાં પામે જ નહિ દર્શન તારાં
એ હોય ન હોય બરાબર છે બેનૂર છે માહનૂર નથી

હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી

જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને
એ પાણી  વિનાના સાગરની નાઝિરને કશીય  જરૂર  નથી

હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી
હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી

સ્વરઃ મનહર ઉધાસ
રચનાઃ નાઝિર દેખૈયા